Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
Dharampur |Valsad: ધરમપરના રાજચંદ્ર આશ્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાની ત્રિ દિવસીય નિવાસી શિબિર યોજાઈ
Dharampur |Valsad: ધરમપરના રાજચંદ્ર આશ્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાની ત્રિ દિવસીય નિવાસી શિબિર યોજાઈ રાજ્યભરના ૧૦૦૦ થી વધુ યોગ ટ્રેનર અને યોગ કોચએ યોગ પ્રશિક્ષણ મેળવ્યું અત્યાર સુધી એક લાખ ઉપરાંત યોગ શિક્ષકોએ પ્રશિક્ષણ મેળવ્યુ, આગામી દિવસોમાં ૧૦ લાખ યોગ પ્રચારક અને યોગ શિક્ષકો તૈયાર કરાશે કેન્સર, ડાયાબિટીસ, સ્થૂળતા, માનસિક તનાવ, હતાશા અને અનુવાંશિક રોગનો સચોટ ઉપાય યોગનો માર્ગ છેઃ બોર્ડ ચેરમેન શીશપાલજી માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ ઓગસ્ટ ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે રાજયના યોગ ટ્રેનરો અને યોગ કોચની ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી. રાજ્યભરના ૧૦૦૦ થી વધુ યોગ ટ્રેનર અને યોગ કોચ એ આ શિબિરનો લાભ લઈ યોગનું શિક્ષણ મેળવ્યું હતું. આ શિબિરમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ અને ધાંગધ્રા મતવિસ્તારના ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવકશ્રી શીશપાલજીએ જણાવ્યું કે, યોગ સાધના અને મેડીટેશન દ્વારા હકારાત્મક વિચારો સાથે તમામ ...
Comments
Post a Comment