Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
Dang: તેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસુર્ણા ખાતે ગુરુપુર્ણિમાની ઉજવણી કરાઇ :
(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૪: તેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસુર્ણા ખાતે ગુરુપુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે બ્રહ્મવાદિની સુશ્રી ડો. હેતલ દીદીએ જીવન ઘડતર માટે પાંચ ગુરુઓ વિશેની મહત્તા વિશે સમજણ આપી હતી. જેમાં પ્રથમ માતા પિતા, ગુરુજન, શાસ્ત્રો, પ્રકૃતિ, અને અંત:કરણના અવાજ વિશે ઉડાણપુર્વક સમજ આપી હતી.
ગુરુપુર્ણિમાની ઉજવણી પ્રસંગે આગાખાન સંસ્થાના સહયોગથી વડ, પીપળા, લીમડા, આમળાં, જાંબુ વિગેરે ૫૦૦ જેટલાં વૃક્ષોનું વાવેતર કરી પ્રકૃતિ પૂજનની પહેલ પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે આચાર્ય શ્રી કેતન દાદા, શ્રી ધનસુખભાઇ, શ્રી હરિભાઇ, શ્રી કીર્તીભાઇ સહિત ગૃપના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment