Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ગણદેવી : ગણદેવી તાલુકાના વાઘરેચ ખાતે આવેલ કાવેરી નદી પર ટાઈડલ રેગ્યુલેટર ડેમનું નિર્માણ કામગીરીની ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા સમીક્ષા.
ગણદેવી : ગણદેવી તાલુકાના વાઘરેચ ખાતે આવેલ કાવેરી નદી પર ટાઈડલ રેગ્યુલેટર ડેમનું નિર્માણ કામગીરીની ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા સમીક્ષા.
ગણદેવી તાલુકાના વાઘરેચ ખાતે આવેલ કાવેરી નદી પર રૂ. 250 કરોડના ખર્ચે ટાઈડલ રેગ્યુલેટર ડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ થકી બીલીમોરા શહેર અને ગણદેવી તાલુકાના ગામોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.
આ વર્ષના ચોમાસાની શરૂઆત થતાં જ ડેમ ઓવરફ્લો થતાં સાઈટની સ્થળ મુલાકાત લઇ, કામગીરીની સમીક્ષા કરી, યોગ્ય સૂચનો આપ્યાં.
ગણદેવી તાલુકાના વાઘરેચ ખાતે આવેલ કાવેરી નદી પર રૂ. 250 કરોડના ખર્ચે ટાઈડલ રેગ્યુલેટર ડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું...
Posted by Naresh Patel on Saturday, July 6, 2024

Comments
Post a Comment