Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
દેશ માટે ગોલ્ડ મેડલ જીતી આદિવાસી દીકરીએ ગુજરાતને અપાવ્યું ગૌરવ...
સુરતના 42 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન વસાવાએ કઝાકિસ્તાનમાં યોજાયેલી ‘વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2024’માં 80 કિ.ગ્રા.થી વધુ વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો...
દેશ માટે ગોલ્ડ મેડલ જીતી ગુજરાતને અપાવ્યું ગૌરવ...
— Gujarat Information (@InfoGujarat) July 26, 2024
સુરતના 42 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન વસાવાએ કઝાકિસ્તાનમાં યોજાયેલી ‘વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2024’માં 80 કિ.ગ્રા.થી વધુ વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો...#Champion 🏆 #Surat #Constable #Achivement pic.twitter.com/PmfjfWcLWV
Comments
Post a Comment