Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ગુજરાતની એક શાળા જેનું સંચાલન બાળકો કરે છે.
ગુજરાતની એક શાળા જેનું સંચાલન બાળકો કરે છે. ‘સ્માર્ટ બાળકો’ દ્વારા સંચાલિત ‘સ્માર્ટ શાળા’ વડોદરાની કવિ દુલા કાગ સરકારી...
Posted by Dr Kuber Dindor on Monday, July 8, 2024
Comments
Post a Comment