Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ગણદેવી : અમલસાડની સરી કન્યા શાળા -૧માં આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો.
શાળા આરોગ્ય તપાસણી 2024-25
અમલસાડ સરી કન્યા શાળા -૧માં બાળકોના તમામ પ્રકારની આરોગ્યને લગતી તપાસ ડો.જયદીપ સર અને હેલ્થ વર્કર બહેનો દ્વારા સતત બે દિવસ કરવામાં આવી હતી
જેમાં જરુરી મેડિકલ સહાય માટે વાલીઓ સાથે ચર્ચા કરી અને આરોગ્યને લગતી સવલતો, સગવડો માટે પણ જાણકારી આપવામાં આવી હતી.



Comments
Post a Comment