Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ખેરગામ આછવણીનાં ડૉ.એસ.વી.પટેલે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા, જિ. તાપી કોલેજમાં સમાજશાસ્ત્ર અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ સાથે વક્તા તરીકે વિચારો રજૂ કર્યા.
ખેરગામ આછવણીનાં ડૉ.એસ.વી.પટેલે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા, જિ. તાપી કોલેજમાં સમાજશાસ્ત્ર અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ સાથે વક્તા તરીકે વિચારો રજૂ કર્યા. *વિષય:-Structuralism - C. Levi. Strauss* *કોલેજના આચાર્ય સાહેબ, સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. ભાવના મેમ, અને સાથી અધ્યાપકોનો ખૂબ ખૂબ આભાર
*આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા, જિ. તાપી કોલેજમાં સમાજશાસ્ત્ર અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ સાથે વક્તા તરીકે વિચારો...
Posted by डो एस वी on Saturday, July 20, 2024

Comments
Post a Comment