Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
Vansda news : વાંસદા કન્યા શાળામાં મુખ્ય શિક્ષિકા નિવૃત્ત થતાં વિદાયમાન.
વાંસદા કન્યા શાળામાં મુખ્ય શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પરેશાબેન ધીરજસિંહ પરમારનો નિવૃત્ત સન્માન સમારંભ તા. ર ના રોજ મંગળવારે રાખવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે રસીકલાલ સુરતી, હિતેશચંદ્ર સુરતી,પ્રધુમ્નસિંહ સોલંકી, વિરલભાઈ વ્યાસ, મહેન્દ્રસિંહ પરમાર, કેન્દ્રની તમામ શાળાના આચાર્યો અને શાળાના ભૂતપૂર્વ શિક્ષકો હાજર રહયા હતા. નિવૃત્ત થતા પરેશાબેનના કાર્યને બિરદાવ્યું અને સ્મૃતિ ભેટ આપી સન્માન કર્યું હતું.

Comments
Post a Comment