Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
Navsari: નવસારી જિલ્લાની શેઠ આર.જે.જે. માઘ્યમિક શાળામાં મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો.
મતદાન જાગૃતિ ઝુંબેશ હેઠળ નાગરિકોને પોસ્ટર ડિઝાઈનના માધ્યમથી પ્રેરક સંદેશો પાઠવતા વિદ્યાર્થીઓ.
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વીપ (SVEEP) અભિયાન હેઠળ નવસારી જિલ્લાના મતદારોને જાગૃત કરવા માટે વિવિધ જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે . જેમાં આજ રોજ નવસારી જિલ્લાની સર શેઠ આર જે.જે હાઈસ્કુલ શાળામાં મતદાન જાગૃતતા વિષય પર વિધાર્થીઓ દ્વારા પોસ્ટર ડિઝાઈન પ્રવુતિ હાથ ધરવામાં આવી હતી. મતદાન જાગૃતિ ઝુંબેશ હેઠળ વિદ્યાર્થીઓ પોસ્ટર ડિઝાઈન પ્રવૃત્તિ હાથ ધરીને નાગરિકોને પોતાના બહુમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવા જાગૃત કર્યા હતા.
Comments
Post a Comment