Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
Khergam: ખેરગામ તાલુકાના વાવ ગામે ખેરગામ તાલુકા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.
તારીખ : ૧૦-૦૩-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાના વાવ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ખેરગામ તાલુકા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં ફાઈનલ ચેમ્પિયન યુએસ રાઇડર્સ અને રનર્સ અપ આરવી ઈલેવન વિજેતા થઈ હતી.
Pratik Patel venfaliya khergam



Comments
Post a Comment