Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
વલસાડની દિકરી ૧૪મી સિનિયર નેશનલ હોકી ચેમ્પિયનશીપ સ્પર્ધા માટે ગુજરાતની ટીમમાં પસંદગી પામી.
વલસાડની શાહ એન.એચ.કોમર્સ કોલેજમાં ટી.વાય.બી.કોમ.માં અભ્યાસ કરતી કુ.નેહા નિશાદ ગુજરાત રાજ્યની હોકી સિલેકશન ટ્રાયલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પુને મહારાષ્ટ્ર મુકામે યોજાનાર ૧૪મી સિનિયર નેશનલ હોકી ચેમ્પિયનશીપ સ્પર્ધા માટે ગુજરાતની ટીમમાં પસંદગી પામી.

Comments
Post a Comment