Skip to main content

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી.

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Gandhinagar : ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકે ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવો : જિલ્લા પોલીસ વડાશ્રી

 Gandhinagar : ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકે ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવો : જિલ્લા પોલીસ વડાશ્રી 


જિલ્લાના નાગરિકોએ પોતાની બેંક કે અન્ય નાણાંકીય બાબતની વિગતો મોબાઇલ પર કોઇપણ વ્યક્તિને આપવી નહીં : ઇન્વેસ્ટમેન્ટની લોભામણી સ્કીમો કે ફેક આઇ.ડી.થી ચેતો...... જિલ્લા પોલીસ વડાશ્રી

ગાંધીનગર જિલ્લા પોલીસની સાયબર ક્રાઇમ શાખાએ સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકોને રૂ. ૫૬ લાખથી વધુની રકમ પરત અપાવી

ગાંધીનગર: શુક્રવાર: 

 રાજય સહિત ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડાક સમયથી સાયબર ક્રાઇમનો ભોગ સરળતાથી નાગરિકો બનતા હોય છે. નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ બને તો તરત જ  ગાંધીનગર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસનો અથવા ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું છે. 

 જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ સામાન્ય નાગરિકોને બેંક, પોલીસ, ઇન્કમટેક્ષ કે અન્ય વિભાગમાંથી બોલું છું, કહી તેમની પાસેથી નાણાંકીય બાબતોની વિગતો વાતવાતમાં લઇ લેતાં હોય છે. કયારેક લીંક કે અન્ય રીતે સામાન્ય નાગરિકો પાસેથી બેંકની વિગતો મેળવી લેતાં હોય છે. આવી અનેક રીતે સામાન્ય નાગરિકો સાથે સાયબર ક્રાઇમની ઘટના બનતી હોય છે. તેની સાથે વિડિયો કોલના માધ્યમથી ફોટોગ્રાફ કે અન્ય વિડિયો વોટૂસએપ કરીને ઘાકઘમકીથી નાણાં માંગતા હોય છે. આવી ઘટના બન્યા પછી સામાન્ય નાગરિક મનોમન મુંઝાતો રહે છે, અમુક કિસ્સાઓમાં નાગરિક આ ઘટના અંગે પોલીસને મોડી જાણ કરતો હોય છે. તેની સાથે ઈન્વેસ્ટમેન્ટ કરી લોભામણી સ્કીમો કે ફેક આઇ.ડી થકી લોકો પાસેથી આવા તત્વો નાણાં પડાવી લેતાં હોય છે. મોબાઇલ પર કોઇની વાતમાં ન આવવાનો પણ જિલ્લા પોલીસ વડાએ અનુરોધ કર્યો છે.  


 તેમણે ઉમેર્યું છે કે, સાયબર ક્રાઇમની ઘટનાનો ભોગ બનનાર નાગરિકો જેટલી ઝડપી પોલીસ કે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરશે, તેટલી ઝડપી આ ઘટનાનો ઉકેલ મેળવી શકાશે. નાગરિકો આ ઘટનાની જાણ રાજયના પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા ટોલ ફ્રી નંબર- ૧૯૩૦ પર કરીને પણ કરી શકો છે. 

 સાયબર ક્રાઇમની માહિતી આપતાં ડી.વાય.એસ.પી. શ્રી આર.આઇ. દેસાઇએ જણાવ્યું છે કે, ગુજરાત રાજયમાં સાયબર ક્રાઇમ થકી લોકો પાસેથી રૂ. ૧૧૪ કરોડ કરતાં વધુ રકમ ત્રાહિત વ્યક્તિઓ દ્વારા પડાવી લેવામાં આવી છે. પરંતુ ઘટના બને તેના અમુક સમય મર્યાદામાં પોલીસને જાણ ભોગ બનનાર વ્યક્તિઓએ કરી છે. તેમાંથી મોટા ભાગના લોકોને નાણાં પોલીસ તંત્ર દ્વારા પરત અપાવામાં આવ્યા છે. જૂન- ૨૦૨૪ સુધીમાં ૪૬ ટકા એટલે કે રૂ. ૫૩ કરોડથી વધુની રકમ ભોગ બનનાર નાગરિકોને રાજયના સાયબર ક્રાઇમ સેલ દ્વારા પરત અપાવવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં પણ સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિઓના રૂ. ૫૬ લાખ જેટલી રકમ પરત અપાવવામાં આવી છે. 

 તેમણે નાગરિકોને જણાવ્યું છે કે, સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકોએ તુરંત પોલીસનો સંપર્ક કરવો, જેથી આ પ્રકારની ધટનાનું નિર્માણ કરતાં વ્યક્તિઓને પકડી શકાય. તેમજ મોબાઇલ પર પોતાની કોઇપણ પ્રકારની બેંક એકાઉન્ટ કે અન્ય નાણાંકીય વિગત ન આપવા પણ જણાવ્યું છે. કોઇપણ વ્યક્તિ દ્વારા પોલીસ, બેંક કે ઇન્કમટેક્ષ વિભાગમાંથી બોલું છું, તેવું કહી વિગતો માગે તોતે મોબાઇલ નંબરની જાણ પણ ઝડપથી ગાંધીનગર જિલ્લા પોલીસના સાયબર ક્રાઇમના ટોલ ફ્રી નંબર કે રૂબરૂ કરવા જણાવ્યું છે. 

જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગર

Comments

Popular posts from this blog

Khergam news: વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

                        Khergam news: વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ : ૦૫-૦૪-૨૦૨૪નાં દિને વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક શિક્ષકમિત્રો એ ધોરણ 8 ના બાળકો ને આશીર્વચન આપ્યા તેમજ ધોરણ 8 દીકરી ઊર્જા પટેલ અને માનસી પટેલે ધોરણ 1થી 8 સુધી ના અભ્યાસ કરેલ તેનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ ધોરણ 8 માં વર્ગ શિક્ષક શ્રી ધર્મેશ પટેલ અને ગોવિંદભાઈ પટેલ બાળકોને ફૂલ અને પેન આપી સન્માન કર્યું હતું.તેમજ આ ધોરણ 8 બાળકો તરફથી સ્પીચ ટેબલ સપ્રેમ ભેટ આપવામાં આવ્યું હતું.અંતે શાળાના મુખ્ય શિક્ષક કિરીટભાઈ એ બાળકો આગળ અભ્યાસ કરી પોતાના જીવન પ્રગતિના પંથે આગળ વધે એ માટે શુભ કામના પાઠવી હતી અને સમગ્ર શાળા પરિવારનો આભાર માન્યો હતો....અંતે શાળાના તમામ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો.

Navsari District shala Pvaveshotsav 2024 : Navsari, Jalalpor, Gandevi, Chikhali,Khergam, Vansda

 Navsari District shala Pvaveshotsav 2024 : Navsari, Jalalpor, Gandevi, Chikhali,Khergam, Vansda દર વર્ષની જેમ આજે નાંદરખા ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન આ વર્ષે(સતત ૯મું વર્ષે) પણ મારા તરફથી... Posted by  Utkarsh Patel  on  Wednesday, June 26, 2024 આજે કાંગવઈ ગામે કાંગવઈ મુખ્ય શાળા, દલિયા ફળીયા પ્રાથમિક શાળા, કોકટ ફળીયા પ્રાથમિક શાળા, ખાખરી ફળીયા પ્રાથમિક શાળા તેમજ... Posted by  Jay Dhodiya  on  Wednesday, June 26, 2024 વિદ્યાર્થીઓના જીવનમાં વિદ્યાના શ્રીગણેશ એટલે "શાળા પ્રવેશોત્સવ" વિશ્વસ્તરીય શિક્ષણ મળે, ગુજરાતનું દરેક બાળક ભણે, ... Posted by  Jay Dhodiya  on  Thursday, June 27, 2024 આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબે ગુજરાતને સાક્ષર રાજ્ય બનાવવા માટે અને ખાસ કરીને દિકરીઓને સાક્ષર બનાવવા માટે... Posted by  Naresh Patel  on  Thursday, June 27, 2024 આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબે ગુજરાતને સાક્ષર રાજ્ય બનાવવા માટે અને ખાસ કરીને દિકરીઓને સાક્ષર બનાવવા માટે... Posted by  Nares...

Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

                         Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તારીખ:૨૫-૦૩-૨૦૨૪નાં સોમવારના દિને ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ ટાણે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.  જેમાં સમસ્ત વેણફળિયાનાં યુવાનોની કુલ છ ટીમોએ ભાગ લીધો હતો.જેમાં જોહાર ઈલેવન, નિકુંજ ઈલેવન, સંદિપ ઈલેવન, વિક્કી ઈલેવન, નહેર ઈલેવન, અને અજય ઈલેવનનો સમાવેશ થાય છે.   જેમાં વિક્કી ઈલેવન અને નહેર ઈલેવન વચ્ચે ફાઇનલ મુકાબલામાં વિક્કી ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે નહેર ટીમ રનર્સ અપ બની હતી. જે ખેલાડીઓ ૧૬ વર્ષથી લઈને ૪૫ વર્ષ સુધીની વય ધરાવે છે. આ ટુર્નામેન્ટનું  આયોજન સતત સાત વર્ષથી થઈ રહ્યું છે. જે વેણ ફળિયાનાં યુવાઓની એકતા અને ભાઈચારાની મિશાલ રજૂ કરે છે.  આ કાર્યક્રમમાં યુવાનો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સતત સાત વર્ષથી કરવામાં આવે છે.  ટ્રોફીનું યોગદાન ઉજ્જવલ પટેલ તરફથી મળ્યું હતું.તેમજ મહાપ્રસાદ માટે આશિષ પટેલ, જયદીપ પટેલ, વિક્કી ...