Skip to main content

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી.

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Dharampur: ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ, આબેહૂબ ચૂંટણી જેવો માહોલ ઉભો કરાયો

 Dharampur: ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ, આબેહૂબ ચૂંટણી જેવો માહોલ ઉભો કરાયો 


 વિદ્યાર્થીઓ લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ સમજે એ માટે અભ્યાસના ભાગરૂપે ચૂંટણી પ્રક્રિયા શીખવવામાં આવી 

ચૂંટાયેલા મંત્રી અને ઉપમંત્રી શાળા સંકુલમાં સ્વચ્છતા, શિસ્ત અને નિયમોમાં પોતાનો મત રજૂ કરી શકશે 

----  

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૯ જુલાઈ 

વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશ તરીકે ભારતની ગણના થાય છે. લોકશાહીમાં ચૂંટણી મહત્વનું અંગ છે. ત્યારે આવનારી પેઢી ચૂંટણીનું મહત્વ, ચૂંટણીની પ્રક્રિયા અને લોકશાહીનું મહત્વ સમજે તેવા શુભ આશય સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને અભ્યાસના ભાગરૂપે શીખવવાનો પ્રયાસ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની મોડેલ સ્કૂલ માલનપાડાના આચાર્યા ડો. વર્ષાબેન પટેલ અને શિક્ષકોની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. જે માટે બાળ સંસદની ચૂંટણીમાં મતદાન સહિતની તમામ પ્રક્રિયા માટે આબેહૂબ ચૂંટણી જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.    


ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડાના આચાર્યા ડો. વર્ષા પટેલે જણાવ્યું કે, વાસ્તવિક રૂપમાં ચૂંટણીનો માહોલ ઊભો કરવાથી વિદ્યાર્થીઓની લોકશાહીમાં ચૂંટણીના મહત્વ અંગેની સમજ સ્પષ્ટ બને છે. આ જ વિદ્યાર્થીઓ આવતીકાલના નાગરિકો છે, મતદાતાઓ છે, એમના માટે આ પ્રક્રિયા સમજવી જરૂરી છે એ હેતુથી અમારી મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થી બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આબેહૂબ મત કુટીર ઊભી કરવામાં આવી હતી. પોલીસ, હોમગાર્ડ, બીએલઓ, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલીંગ સ્ટાફથી લઈ મતદાનની તમામ પ્રક્રિયા આબેહૂબ ચૂંટણીની જેમ ગોઠવી આ તમામ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા હતા. ચૂંટણી પૂર્વે ઉમેદવારો જેમ પ્રચાર પ્રસાર કરતા હોય એમ વિદ્યાર્થી નેતાઓએ પણ પ્રચાર કર્યો હતો. ચૂંટણી પૂર્વે જાહેરનામુ, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, ફોર્મ ચકાસણી, ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ સહિતની તમામ પ્રક્રિયા આટોપાઈ હતી. 

   આચાર્યા ડો. પટેલે વધુમાં જણાવ્યું કે, આજની બાળ સંસદ ચૂંટણીની વિશિષ્ટતા એ હતી કે, સંપૂર્ણ પ્રક્રિયા વોટીંગ મશીન એપ.ના માધ્યમથી કરવામાં આવી હતી. જેમાં બેલેટ આપવા માટે, મત આપવા માટે તેમજ ગણતરી માટે પણ મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાળ સાંસદ ચૂંટણીના આયોજક મીરાબેન, દિપાલીબેન અને હાર્દિકભાઈએ ચૂંટણી દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરી તેનું મહત્વ પણ સમજાવ્યું હતું. વિદ્યાર્થી અને શિક્ષકો મળી કુલ ૨૧૨ એ મતદાન કર્યુ હતું. શાળા પરિવાર અને અને વિદ્યાર્થીઓના સહકારથી બાળ સંસદની ચૂંટણી પૂર્ણ થતા ૭૨ મત સાથે ઉર્વિશ પટેલને વિજેતા જાહેર કરી મંત્રી બનાવવામાં આવ્યા હતા. જ્યારે ૬૧ મત મેળવનાર રિધ્ધિ ભોયાને ઉપમંત્રી તરીકે જાહેર કરાતા શાળાના આચાર્યા ડૉ.વર્ષાબેન પટેલે અભિનંદન આપ્યા હતા. 

Comments

Popular posts from this blog

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.

  Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ. તારીખ 15-07- 2024 અને 16-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં તમામ આચાર્યશ્રીની  દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી. સરકારશ્રીની  નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતની તમામ શાળાઓમા સ્વચ્છ પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણમાં ગુણવત્તા, સ્માર્ટ વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પુટર લેબ, સાયન્સ લેબ, ગ્રીન શાળાઓ, હરિયાળી શાળા તેમજ જળ  જંગલ અને જમીનના સંવર્ધન બાબતે તથા શાળાની  ભૌતિક સુવિધાઓને અગ્રતાક્રમ આપી મોડેલ શાળાઓમા અપગ્રેડ કરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષકો પણ ઉપરોક્ત તમામ બાબતોથી વાકેફ થાય એ  અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. શરૂઆત બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ ઇન્ચાર્જ સી.આર.સી કિરીટભાઈ દ્વારા   સરસ મજાની વાર્તાથી શરૂઆત કરી. જેમાં આબોહવા પરિવર્તન વિશેની વાતો કરી. આજના સમયમાં આબોહવા ગમે તે પ્રમાણમાં અલગ અલગ રીતે વર્તાઈ રહી છે જેના ક...

Navsari:મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ મુલાકાત લીધી :

  Navsari:મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ મુલાકાત લીધી : નવસારીઃ શુક્રવારઃ નવસારી જિલ્લા કલેકટર શ્રી ક્ષિપ્રા આગ્રેએ ઉપરોક્ત શબ્દો મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની મુલાકાત લીધી હતી. ગુરુકુલ ના શિક્ષણ બાદ સમાજમાં સ્ત્રી પુરુષની સમાનતા સાથે ભારતના ગૌરવ સાથે વિશિષ્ટ જીવન પ્રસાર કરો તેવી વાત જણાવી હતી. ગુરુકુલ ના બ્રહ્મચારીઓએ ગાયત્રી મંત્ર સાથે તમામ અધિકારીશ્રીઓનું સ્વાગત કર્યું હતું. કલેકટરશ્રીએ શાળાની મુલાકાત લઈને આનંદ વ્યકત કર્યો હતો. શાળાએ ભવિષ્યલક્ષી શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને ભવિષ્યના સમરૂપ સમાજ માટે તૈયાર કરશે એની અપેક્ષા રાખું છું. શાળાની મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી ડો.જનમ ઠાકોર, નવસારી ગ્રામ્ય મામલતદાર શ્રી પ્રશાંતભાઈ ગામીત, તાલુકા વિકાસ અધિકારી શ્રી ભુપેન્દ્રભાઈ રાઠોડ અને નવસારી જિલ્લાના જુદા જુદા વિભાગના અધિકારીઓ ગુરુકુલમાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત .ગુરુકુળ સભાના પ્રમુખશ્રી દીપકભાઈ પટેલ, સહમંત્રી નરેન્દ્રસિંહ ઠાકોર, ટ્રસ્ટી અમિતભાઈ પટેલ અને સહ કેમ્પસ ડાયરેક્ટર સુરેશભાઈ રત્નાણીએ નવસારી સમાહર્તાનું અભિવાદન કર્યું હતું. ચાલુ વર્...

Khergam: જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ 2024માં બહેજ પ્રાથમિક શાળાની દીકરી ઉર્વી ખેરગામ તાલુકામાં પ્રથમ અને નવસારી જિલ્લામાં પાંચમા ક્રમાંકે. જ્યારે ધોરણ -૫ CET પરીક્ષામાં 19માંથી 10 બાળકોએ મેરીટમાં સ્થાન મેળવ્યું.

 Khergam: જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ 2024માં બહેજ પ્રાથમિક શાળાની દીકરી ઉર્વી ખેરગામ તાલુકામાં પ્રથમ અને નવસારી જિલ્લામાં પાંચમા ક્રમાંકે. જ્યારે ધોરણ -૫ CET પરીક્ષામાં 19માંથી 10 બાળકોએ મેરીટમાં સ્થાન મેળવ્યું.