Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
છોટાઉદેપુર:વાલપરી ગામના શિક્ષક જીતેન્દ્રભાઈ રાઠવાએ પ્રાકૃતિક ખેતી અપનાવી
પ્રાકૃતિક રીતે ઉત્પાદિત સ્વાદે મીઠા દાડમની બજારમાં માંગ વધતા ખેડૂતનું ઉત્સાહવર્ધન બોડેલી તાલુકાના વાલપરી ગામના રહેવાસી અને વ્યવસાયે શિક્ષક એવા જીતેન્દ્રભાઈ રાઠવાએ પોતાના પાંચ વિઘા જમીન પર પ્રાકૃતિક ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરક બન્યાં છે. તેઓએ સિંદુરી દાડમના ટીસ્યુ કલ્ચરના ૧૦૦૦ પ્લાન્ટ લગાવ્યા છે. જેમાં તેઓએ છોડના મૂળમાં ટપક સિંચાઇ પદ્ધતિ દ્વારા જીવામૃત, રક્ષામૃત નિયમિત આપી પ્રાકૃતિક રીતે ઉછેર કરી રહ્યાં છે.વાલપરી ગામના શિક્ષક જીતેન્દ્રભાઈ રાઠવાએ પ્રાકૃતિક ખેતી અપનાવી --- પ્રાકૃતિક રીતે ઉત્પાદિત સ્વાદે મીઠા દાડમની બજારમાં...
Posted by Info Chhotaudepur GoG on Friday, July 12, 2024

Comments
Post a Comment