Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ફોટોસ્ટોરી: સોનગઢ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી
માહિતી બ્યુરો, તાપી તા.૨૧ સ્વસ્થ મન+સ્વસ્થ શરીર=સ્વસ્થ સમાજના મંત્ર સાથે આજ રોજ તાપી જિલ્લના સોનગઢ તાલુકા સ્થિત સેન્ટર ઓફ એકસેલન્સ ઇન અક્વાકલ્ચર કામધેનું યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર ખાતે ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સેન્ટર ઓફ ઍક્સલન્સના વડા ડો. સ્મિત લેન્ડે અને અન્ય સ્ટાફે યોગા અને વિવિધ આસનો કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.
ફોટોસ્ટોરી માહિતી બ્યુરો, તાપી તા.૨૧ સ્વસ્થ મન+સ્વસ્થ શરીર=સ્વસ્થ સમાજના મંત્ર સાથે આજ રોજ તાપી જિલ્લના સોનગઢ તાલુકા...
Posted by Info Tapi GoG on Friday, June 21, 2024

Comments
Post a Comment