Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
વાલોડ : એકતા માનવ સેવા ગ્રુપ દ્વારા વાલોડ તાલુકાના દેગામા ગામ ખાતે દેગામા મુખ્ય શાળા 4 માં અભ્યાસ કરતા બાળકોને નવા સત્રની શરૂઆતમાં નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું.
વાલોડ : એકતા માનવ સેવા ગ્રુપ દ્વારા વાલોડ તાલુકાના દેગામા ગામ ખાતે દેગામા મુખ્ય શાળા 4 માં અભ્યાસ કરતા બાળકોને નવા સત્રની શરૂઆતમાં નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું.

Comments
Post a Comment