Skip to main content

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી.

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Tapi District: તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરીના અધિકારીઓ - કર્મચારીઓએ એન્ટી ટેરેરિઝમ દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કર્યા.

 Tapi District: તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરીના અધિકારીઓ - કર્મચારીઓએ એન્ટી ટેરેરિઝમ દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કર્યા.


તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મીઓએ 21મી મે, એન્ટી ટેરેરિઝમ દિવસ નિમિત્તે આતંકવાદી પ્રવૃત્તિઓ સામે નિડરતાપૂર્વક લડવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા. લોકોને આતંકવાદ પ્રત્યે જાગૃત કરવા તથા આતંકવાદ સામે એકતાનો સંદેશ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વની સામે પડકાર એવા આતંકવાદી પ્રવૃત્તિઓનો દુનિયાભરમાં હજારો લોકો ભોગ બને છે, ત્યારે તાપી જિલ્લા સહિત રાજ્ય-રાષ્ટ્રના યુવાનોને આતંકવાદ અને હિંસાના માર્ગથી દૂર રાખવા, રાષ્ટ્રીય એકતા, અખંડિતાતા અને શાંતિનો સંદેશ પહોંચાડવા તેમજ આતંકવાદના દુષ્પ્રભાવથી માહિતગાર કરવા માટે વિવિધ સરકારી, બિનસરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં પણ આતંકવાદી પ્રવૃત્તિઓ સામે નિડરતાપૂર્વક લડવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.

Comments

Popular posts from this blog

Valsad :વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. વાઘેલા અને વાપી જીઆઈડીસી પીઆઈશ્રી પટેલનું ડિસ્ક વડે સન્માન કરાયું

  Valsad :વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. વાઘેલા અને વાપી જીઆઈડીસી પીઆઈશ્રી પટેલનું ડિસ્ક વડે સન્માન કરાયું  એસપીશ્રી બીપરજોય વાવાઝોડુ સમયે તેમજ અપહરણ અને ગુમ થયેલા બાળકો અને પુખ્તવયના કુલ ૨૭૫ લોકોને શોધી કાઢવાની પ્રશંસનીય કામગીરી બજાવી હતી  વાપીના જીઆઈડીસીના પીઆઈશ્રીએ ડુંગરાના રેપ વીથ મર્ડર કેસમાં માત્ર ૧૯ દિવસમાં ૭૦૦ પાનાની ચાર્જશીટ મુકી હતી  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૩૧ જુલાઈ  રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓથી માંડીને પોલીસ કર્મચારીઓની વર્ષ ૨૦૨૩ દરમિયાનની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઈ રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી વિકાસ સહાય દ્વારા ડિસ્ક (પ્રશસ્તિ પદક) અને પ્રશંસાપત્રથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલા અને વાપી જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ મયુર પટેલને સન્માનિત કરવામાં આવતા જિલ્લાના પોલીસ બેડામાં ખુશીની લહેર પ્રસરી હતી.  વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા વર્ષ ૨૦૨૩ દરમિયાન ભૂજમાં ઈન્ચાર્જ એસપી હતા તે સમયે બીપરજોય વાવાઝોડુ આવતા અંદાજે ૫૦ હજારથી વધુ લોકોનું સ્થળાંતર અને શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી સુપેરે બજાવી ...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 30 સ્માર્ટ સ્કૂલ્સનું લોકાર્પણ.

  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 30 સ્માર્ટ સ્કૂલ્સનું લોકાર્પણ. માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ₹36.44 કરોડના ખર્ચે તૈયાર થયેલ 30 સ્માર્ટ સ્કૂલ્સનું લોકાર્પણ... શહેરની વસ્ત્રાપુર સરકારી વસાહત પ્રાથમિક શાળા તેમજ નારણપુરા ગુજરાતી શાળા નંબર-1ની અનુપમ (સ્માર્ટ) શાળાઓની મુલાકાત લઈ કેન્દ્રીય મંત્રીશ્રીએ શાળાની સુવિધાઓનું નિરિક્ષણ કરી બાળકો સાથે સંવાદ સાધ્યો હતો તેમજ શાળાના બાળકો દ્વારા આયોજિત શિક્ષણ પ્રદર્શનની રસપૂર્વક મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા; મહાનુભાવો દ્વારા શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું... માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોની... Posted by  Gujarat Information  on  Friday, June 21, 2024

Navsari District shala Pvaveshotsav 2024 : Navsari, Jalalpor, Gandevi, Chikhali,Khergam, Vansda

 Navsari District shala Pvaveshotsav 2024 : Navsari, Jalalpor, Gandevi, Chikhali,Khergam, Vansda દર વર્ષની જેમ આજે નાંદરખા ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન આ વર્ષે(સતત ૯મું વર્ષે) પણ મારા તરફથી... Posted by  Utkarsh Patel  on  Wednesday, June 26, 2024 આજે કાંગવઈ ગામે કાંગવઈ મુખ્ય શાળા, દલિયા ફળીયા પ્રાથમિક શાળા, કોકટ ફળીયા પ્રાથમિક શાળા, ખાખરી ફળીયા પ્રાથમિક શાળા તેમજ... Posted by  Jay Dhodiya  on  Wednesday, June 26, 2024 વિદ્યાર્થીઓના જીવનમાં વિદ્યાના શ્રીગણેશ એટલે "શાળા પ્રવેશોત્સવ" વિશ્વસ્તરીય શિક્ષણ મળે, ગુજરાતનું દરેક બાળક ભણે, ... Posted by  Jay Dhodiya  on  Thursday, June 27, 2024 આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબે ગુજરાતને સાક્ષર રાજ્ય બનાવવા માટે અને ખાસ કરીને દિકરીઓને સાક્ષર બનાવવા માટે... Posted by  Naresh Patel  on  Thursday, June 27, 2024 આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબે ગુજરાતને સાક્ષર રાજ્ય બનાવવા માટે અને ખાસ કરીને દિકરીઓને સાક્ષર બનાવવા માટે... Posted by  Nares...