Skip to main content

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી.

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ.

               

 Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ.

  • ભાઈઓની ફાઈનલ મેચમાં ચીખલી ટીમ ચેમ્પિયન.
  • બહેનોની ફાઈનલ મેચમાં વાંસદા ટીમ ચેમ્પિયન.
  • આ ટૂર્નામેંટમાં ભાઈઓ માટે ટેનીસ નીવ્યા હેવી અને બહેનો માટે સ્ક્વેર કટ લાઇટ બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તારીખ:- --16/03/2024 અને તા:17/03/2024ને શનિવાર અને રવિવારના રોજ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે નવસારી જીલ્લાના 6 તાલુકાનાં ભાઈઓ અને બહેનોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટનું  આયોજન  કરવામાં આવ્યું હતું.

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છ તાલુકાની ભાઈઓની અને બહેનોની મળી એમ કુલ 12 ટીમેએ ભાગ લીધો હતો.દરેક તાલુકાની ભાઈઓની ટીમે પાંચ પાંચ લિંગ મેચ રમ્યા બાદ બે સેમિફાઇનલ અને ત્યારબાદ એક ફાઇનલ મેચ રમ્યા. જેમાં શિક્ષક ભાઈઓ ની ફાઇનલ મેચમાં ચીખલી તાલુકાની ટીમ ચેમ્પિયન બની અને રનર્સ અપ તરીકે જલાલપોર તાલુકાની ટીમ રહી હતી.

બહેનોની દરેક તાલુકાની છ ટીમે ભાગ લીધો દરેક ટીમે ત્રણ ત્રણ લિંક મેચ રમ્યા જેમાં શિક્ષિકા બહેનોની વાંસદા તાલુકાની ટીમ ચેમ્પિયન બની અને ખેરગામ તાલુકાની ટીમ રનર્સ અપ રહી હતી.


નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપકુમાર પટેલ, મહામંત્રી  હેમંતસિંહ સોલંકી સહિત હોદ્દેદારો, નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રાજેશભાઈ ચૌધરી સહિત હોદ્દેદારો, ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હિતેશભાઈ પટેલ સહિત હોદેદારો, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિવ્યેશકુમાર ચૌહાણ સહિત હોદ્દેદારો, જલાલપોર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરણભાઈ પટેલ સહિત હોદ્દેદારો, ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ  કલ્પેશભાઈ ટંડેલ સહિત હોદ્દેદારો, વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહિત હોદ્દેદારો,  નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિશાલસિંહ અને ચીખલી પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિજયભાઈ, ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. 

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપકુમાર તથા મહામંત્રી હેમંતસિંહ ચૌહાણ સહિત જિલ્લા સંઘના હોદ્દેદારો  અને તમામ તાલુકાનાં પ્રમુખશ્રીઓ  દ્વારા વિજેતા ચીખલી ટીમને અને રનર્સ અપ જલાલપોર ટીમને ટ્રોફી એનાયત કરી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.

આ ક્રિકેટ ટુર્નામેન્ટ તમામ ખેલાડીઓના સંપૂર્ણ સહકાર થકી અને તમામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારોના સુચારુ આયોજન સહકાર થકી સફળતાપૂર્વક સંપન્ન કરી શક્યા.જે બદલ ભાગ લેનાર તમામ ખેલાડી ભાઈઓ બહેનો તથા પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડનાર તમામ તાલુકા ઘટક પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો તથા સમગ્ર આયોજનમાં સહભાગી તાલુકા અને જિલ્લા પ્રાથમિક શિક્ષકના તમામ હોદ્દેદાર મિત્રો તથા શિક્ષક ભાઈઓ બહેનોનો  જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખશ્રી દિલીપકુમાર પટેલ તથા મહામંત્રી હેમંતસિંહ ચૌહાણે  અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.


Comments

Popular posts from this blog

Dharampur |Valsad: ધરમપરના રાજચંદ્ર આશ્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાની ત્રિ દિવસીય નિવાસી શિબિર યોજાઈ

  Dharampur |Valsad: ધરમપરના રાજચંદ્ર આશ્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાની ત્રિ દિવસીય નિવાસી શિબિર યોજાઈ  રાજ્યભરના ૧૦૦૦ થી વધુ યોગ ટ્રેનર અને યોગ કોચએ યોગ પ્રશિક્ષણ મેળવ્યું  અત્યાર સુધી એક લાખ ઉપરાંત યોગ શિક્ષકોએ પ્રશિક્ષણ મેળવ્યુ, આગામી દિવસોમાં ૧૦ લાખ યોગ પ્રચારક અને યોગ શિક્ષકો તૈયાર કરાશે  કેન્સર, ડાયાબિટીસ, સ્થૂળતા, માનસિક તનાવ, હતાશા અને અનુવાંશિક રોગનો સચોટ ઉપાય યોગનો માર્ગ છેઃ બોર્ડ ચેરમેન શીશપાલજી  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ ઓગસ્ટ  ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે રાજયના યોગ ટ્રેનરો અને યોગ કોચની ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી. રાજ્યભરના ૧૦૦૦ થી વધુ યોગ ટ્રેનર અને યોગ કોચ એ આ શિબિરનો લાભ લઈ યોગનું શિક્ષણ મેળવ્યું હતું. આ શિબિરમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ અને ધાંગધ્રા મતવિસ્તારના ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવકશ્રી શીશપાલજીએ જણાવ્યું કે, યોગ સાધના અને મેડીટેશન દ્વારા હકારાત્મક વિચારો સાથે તમામ ...

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.

  Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ. તારીખ 15-07- 2024 અને 16-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં તમામ આચાર્યશ્રીની  દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી. સરકારશ્રીની  નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતની તમામ શાળાઓમા સ્વચ્છ પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણમાં ગુણવત્તા, સ્માર્ટ વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પુટર લેબ, સાયન્સ લેબ, ગ્રીન શાળાઓ, હરિયાળી શાળા તેમજ જળ  જંગલ અને જમીનના સંવર્ધન બાબતે તથા શાળાની  ભૌતિક સુવિધાઓને અગ્રતાક્રમ આપી મોડેલ શાળાઓમા અપગ્રેડ કરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષકો પણ ઉપરોક્ત તમામ બાબતોથી વાકેફ થાય એ  અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. શરૂઆત બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ ઇન્ચાર્જ સી.આર.સી કિરીટભાઈ દ્વારા   સરસ મજાની વાર્તાથી શરૂઆત કરી. જેમાં આબોહવા પરિવર્તન વિશેની વાતો કરી. આજના સમયમાં આબોહવા ગમે તે પ્રમાણમાં અલગ અલગ રીતે વર્તાઈ રહી છે જેના ક...

Navsari:મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ મુલાકાત લીધી :

  Navsari:મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ મુલાકાત લીધી : નવસારીઃ શુક્રવારઃ નવસારી જિલ્લા કલેકટર શ્રી ક્ષિપ્રા આગ્રેએ ઉપરોક્ત શબ્દો મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની મુલાકાત લીધી હતી. ગુરુકુલ ના શિક્ષણ બાદ સમાજમાં સ્ત્રી પુરુષની સમાનતા સાથે ભારતના ગૌરવ સાથે વિશિષ્ટ જીવન પ્રસાર કરો તેવી વાત જણાવી હતી. ગુરુકુલ ના બ્રહ્મચારીઓએ ગાયત્રી મંત્ર સાથે તમામ અધિકારીશ્રીઓનું સ્વાગત કર્યું હતું. કલેકટરશ્રીએ શાળાની મુલાકાત લઈને આનંદ વ્યકત કર્યો હતો. શાળાએ ભવિષ્યલક્ષી શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને ભવિષ્યના સમરૂપ સમાજ માટે તૈયાર કરશે એની અપેક્ષા રાખું છું. શાળાની મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી ડો.જનમ ઠાકોર, નવસારી ગ્રામ્ય મામલતદાર શ્રી પ્રશાંતભાઈ ગામીત, તાલુકા વિકાસ અધિકારી શ્રી ભુપેન્દ્રભાઈ રાઠોડ અને નવસારી જિલ્લાના જુદા જુદા વિભાગના અધિકારીઓ ગુરુકુલમાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત .ગુરુકુળ સભાના પ્રમુખશ્રી દીપકભાઈ પટેલ, સહમંત્રી નરેન્દ્રસિંહ ઠાકોર, ટ્રસ્ટી અમિતભાઈ પટેલ અને સહ કેમ્પસ ડાયરેક્ટર સુરેશભાઈ રત્નાણીએ નવસારી સમાહર્તાનું અભિવાદન કર્યું હતું. ચાલુ વર્...